તમારી ભાષા પસંદ કરો

Saturday, 29 July 2017

પનીર કેપ્સિકમ ડ્રાય



પનીર કેપ્સિકમ ડ્રાય


૧ - કપ પનીર ક્યુબ
૧ - કપ કેપ્સિકમ મરચા સમારેલા
૧ - નંગ ટામેટું
૧ - ટી સ્પુન આદું લસણ ની પેસ્ટ
૧/૨ - ટી સ્પૂન ધાણા પાવડર
૧/૨ - ટી સ્પૂન જીરૂ પાવડર
૧/૨ - ટી સ્પૂન ગરમ મસાલો
૧/૪ - ટી સ્પૂન કસૂરી મેથી.
૧ - ચપટી હળદર
૧ - ટેબલ સ્પૂન તેલ.
મીઠું સ્વાદનુસાર 
લાલ મરચું અને કોથમીર સ્વાદનુસાર

પનીર કેપ્સિકમ ડ્રાય બનાવવાની રીત.

સૌ પ્રથમ પનીર ના ક્યુબ ને ગરમ પાણીમાં પલાળીને એકબાજુ પર મૂકી રાખો. હવે એક પેન માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાર બાદ તેમાં આદું-લસણ ની પેસ્ટ ને ઉમેરી ને થોડીક સેકન્ડ માટે રાખો.ત્યાર બાદ તેમાં કેપ્સિકમ ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેને એકાદ મિનીટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ધાણા પાવડર,ગરમ મસાલો , જીરૂ પાવડર, અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો. કેપ્સિકમ ચઢીને સોફ્ટ થઇ જાય ત્યાં સુધી ચઢવા દો. ત્યાર બાદ તેમાં ટામેટા સમારીને ઉમેરો. ટામેટા ચઢી જાય ત્યાર બાદ તેમાં પનીર ક્યુબ ને પાણીમાંથી નીતારીને શાકમાં મિક્સ કરો. અડધો મિનીટ ચઢવા દીધા બાદ. તેમાં મીઠું અને કસુરી મેથી ઉમીરીને મિક્સ કરી લો. એક થી બે મિનીટ ચઢવા દીધા બાદ કીથમીર થી સજાવટ કરીને ગરમા ગરમ સબ્જી સર્વ કરો....

Friday, 28 July 2017

દાલ બાટી



દાલ બાટી

બાટી બનાવવાની સામગ્રી
-4 કપ લોટ
-1 કપ બેસન
-1 કપ ઘી
-1/2 કપ ઘી
-1/2 કપ દહીં
-1 નાની ચમચી અજમો
-મીઠું સ્વાદ અનુસાર



બાટી બનાવવાની રીત
લોટમાં દહીં, બેસન, ઘી, અજમો અને જરૂરિયાત અનુસાર પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો અને લીંબુના આકારના ગુલ્લા બનાવો. તેને ઢાંકીને એક કલાક માટે રાખો અને કોલસા પર એકાંતરે બ્રાઉન થવા સુધી શેકી લો અને પછી ગરમ ઘીમાં નાખીને રાખો.
દાળ બનાવવા માટે સામગ્રી
-100 ગ્રામ મગની ફોતરાવાળી દાળ
-50 ગ્રામ ચણાની દાળ
-50 ગ્રામ અડદની દાળ
-1 ઝીણી સમારેલી ડુંગળી
-1 ઝીણું સમારેલું ટામેટું
-1/2 ચમચો ગરમ મસાલો
-1 મોટી ચમચી લાલ મરચું પાઉડર
-1 ચમચી લસણ-આદુંની પેસ્ટ
-1 હિંગ ચપટી
-1 લીંબુ
દાળ બનાવવાની રીત
બધી દાળ બાફી લો. એક તપેલીમાં બે ચમચી ઘી નાખીને જીરું, તેલ અને હિંગ નાખો. ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખીને બ્રાઉન થાય ત્યાં સુધી તેને હલાવો. ત્યારબાદ તેમાં ટામેટા નાખો અને તેને હલાવતા રહો. પછી તેમાં બધા મસાલા, દાળ અને મીઠું નાખીને દાળ જાળી થાય ત્યાં સુધી હલાવો. જ્યારે દાળ થઈ જાય ત્યારે તેમાં કોથમીર અને લીંબુ નીચવો. જમતા સમયે ગરમ બાટીને દાળમાં ડુબાડીને ખાઓ.

Sunday, 23 July 2017

મન્ચુરિયન વિથ ગ્રેવી

મન્ચુરિયન વિથ ગ્રેવી

સામગ્રી
-અઢીસો ગ્રામ કોબીજ
-એક ટીસ્પૂન ગાજર
-ચપટી સોડા
-તળવા માટે તેલ
-એક લીલું મરચું ( ઝીણું સમારેલું )
-અડધી ચમચી ચીલી સોસ
-અડધી ચમચી કોર્નફલોર
-પા ચમચી સોયા સોસ
ગ્રેવી બનાવવાની સામગ્રી
-પાંચ કળી લીલું લસણ
-ત્રણ નંગ લીલા કાંદા
-એક ટીસ્પૂન સમારેલું ગાજર
-ચપટી મરી પાવડર
-સ્વાદ મુજબ મીઠું
-પા ચમચી ચીલી સોસ
-પા ચમચી સોયા સોસ
-અડધી ચમચી કોર્નફલોર
-પા ચમચી આદુ
-પા ચમચી તેલ
-એક કપ પાણી
રીત
મન્ચુરિયન બોલની સામગ્રી ભેગી કરી બોલ વાળી ગરમ તેલ માં તળી લેવા. ગ્રેવી બનાવવા માટે એક તાવડીમાં લીલું લસણ, લીલા કાંદા અને આદુ ફાસ્ટ તાપે સાંતળી લેવું. તેમાં ઝીણું સમારેલું ગાજર, મીઠું, મરી, ચીલી સોસ, સોયા સોસ નાખી હલાવવું. હવે પાણીમાં કોર્નફલોર ઓગળી તેની પેસ્ટ બનાવી, તાવડીમાં નાખી, ઉકાળવા દો. બે મિનિટ પછી ગેસ બંધ કરી, મન્ચુરિયન બોલ નાખો. ઝીણી સમારેલી લીલી ડુંગળીથી સજાવી પીરસો.
Widget apcmwh


Saturday, 22 July 2017

કોર્ન પનીર સબ્જી (Corn Paneer Subji)

કોર્ન પનીર સબ્જી (Corn Paneer Subji)


સામગ્રી :
૨૦૦ ગ્રામ.. પનીર
૧/૨ કપ. અમેરીકન મકાઇ નાં દાણાં
૨ નંગ.. ડુંગળી
૪ નંગ ટામેટાં
૨-૩ ટે સ્પૂન.. તેલ / બટર
જીરૂ
૨.. લવીંગ
૨.. ઇલાયચી
૧.. તમાલપત્ર
૧ ટે સ્પૂન.. આદુ-લસણ ની પેસ્ટ
૨ .. લીલાં મરચાં
૨ ટે સ્પૂન.. ડુંગળી
૨ ટે સ્પૂન.. ટામેટાં
૧ .. કેપ્સીકમ ૧ ટી સ્પૂન.. શેકેલું જીરૂ પાવડર
૧ ટી સ્પૂન.. કસૂરી મેથી
હળદર
૧ ટી સ્પૂન..લાલ મરચું
૨ ટે સ્પૂન.. કાજૂ મગતરી ની પેસ્ટ
મીઠુ સ્વાદનુસાર
ક્રિમ
૧/૨ ટી સ્પૂન.. કીચન કીંગ મસાલો
કોથમીર

રીત :
• કઢાઇ માં થોડું તેલ લઇ મોટી સમારેલી ડુંગળી અને ટામેટાં સાંતળો. ઠંડુ થાય પછી પેસ્ટ બનાવો.
• કાજૂ મગજતરી ની પેસ્ટ બનાવો.
• અમેરીકન મકાઇ બાફી ને દાણાં કાઢી લો.
• પેન માં તેલ કે બટર લઇ જીરૂ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર મૂકી આદુ-લસણ ની પેસ્ટ, ચીરી કરેલાં લીલાં મરચાં સાંતળી જીણી સમારેલી ડુંગળી સાંતળો, બ્રાઉન થાય પછી કસુરી મેથી, શેકેલું જીરૂ પાવડર, હળદર, લાલ મરચું સાંતળી જીણાં સમારેલાં ટામેટાં સાંતળી ને કેપ્સીકમ સાંતળો. પછી ડુંગળી, ટામેટાં ની પેસ્ટ ઉમેરો.
• તેલ છૂટુ પડવા આવે એટલે કાજૂ મગજતરી ની પેસ્ટ, મીઠું, કીચન કિંગ મસાલો ઉમેરી જરૂર મૂજબ પાણી રેડી ૫-૭ મિનિટ કુક કરો. કુક થઇ જાય પછી પનીર અને મકાઇ નાં દાણાં ઉમેરી ૨ મિનિટ ચઢવા દઇ ક્રિમ ઉમેરી ગેસ બંધ કરી દો. કોથમીર ભભરાવી પરાઠા, નાન, રોટલી કે રાઇસ સાથે સર્વ કરો.

પોસ્ટ ક્રેડીટ : રસોઇ ની રાણી (Thanking You)

Tuesday, 18 July 2017

વેજિટેબલ ગોલ્ડ કોઈન્સ

વેજિટેબલ ગોલ્ડ કોઈન્સ



સામગ્રી : 


-બે બાફેલા બટાટા
-એક કપ સમારેલી ડુંગળી
-એક કેપ્સિકમ સમારેલુ
-એક ગાજર સમારેલુ
-ત્રણથી ચાર લીલા મરચાં
-પા કપ કોથમીર
-બે ચમચા સોયા સોસ
-એક ચમચી લાલ મરચું પાઉડર
-એક ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ મુજબ
-બે ચમચા તેલ
-પંદર સેન્ડવિચ બ્રેડ
-એક કપ મેંદો
-અડધો કપ પાણી
-અડધી ચમચી લાલ મરચું
-અડધી ચમચી મીઠું
-એક કપ બ્રેડ ક્રમ્સ
-તળવા માટે તેલ

રીત :

એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી અને કેપ્સિકમ, ગાજર અને લીલા મરચા મિક્સ કરો. થોડીવાર પકાવો. પછી તેમાં બાફેલુ બટેટુ , મીઠુ, સોયા સોસ અને લાલ મરચુ પાઉડર તેમજ ગરમ મસાલો મિક્સ કરો. તેને 3-4 મિનીટ પાકવા દો. હવે તેમાં કોથમીર મિક્સ કરીને ગેસ બંધ કરી લો. એક બાઉલમાં મેદો અને અડધો કપ પાણી મિક્સ કરો. તેમાં લાલ મરચુ અને મીઠું મિક્સ કરીને ખીરૂ તૈયાર કરી લો. બ્રેડને ગોળાકારમાં કાપી લો. તેના પર મિક્સ વેજિટેબલ્સનું સ્ટફિંગ પાથરો. હવે બ્રેડ સ્લાઈસને ખીરામાં બોળીને કાઢી લો. થોડીવાર રહેવા દો. પછી તેને બ્રેડક્રમ્સમાં રગદોળી લો. થોડીવાર બ્રેડક્રમ્સને સેટ થવા દો. પછી તેલમાં તળી લો. તૈયાર છે વેજિટેબલ ગોલ્ડ કોઈન્સ...


Monday, 17 July 2017

ડુંગરી ગાઠીયા નું શાક.

ડુંગરી ગાઠીયા નું શાક.



નમસ્તે મિત્રો...
આજે આપણે જોઈશું એક મસાલેદાર શબ્જી જેનું નામ છે. ડુંગરી ગાંઠિયા નું શાક....


ડુંગળી માંથી બનાવામાં આવેલ આ શાક અતિ સ્વાદિષ્ટ હોવાથી એકદમ હેલ્થી પણ છે. અને બીજી વાત આ શાક બનાવવા માટે વપરાયેલ તમામ સામગ્રી પણ આસાનીથી દરેક રસોડે હોયજ છે તેથી કોઈ તકલીફ પડતી નથી ...

સામગ્રી :


  • ૨૦૦ ગ્રામ નાની ડુંગળી
  • ૧૦૦ ગ્રામ મરચા 
  • ૧૦૦ ગ્રામ ગાંઠિયા 
  • ૧ ચમચી જીરૂ
  • ૧ ચમચી આદું લસણ ની પેસ્ટ
  • ૧/૨ ચમચી હળદર પાવડર
  • ૧ ચમચી ધાણા પાવડર 
  • ૧ ચમચી લાલ મરચું.
  • ૨ -૩ ચમચી તેલ. 
  • મીઠું સ્વાદનુસાર 

રીત:
·         સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં મરચા નાંખી, તળી થોડી વાર પછી પ્લેટમાં કાઢી લો. હવે તે જ કડાઈમાં કીરું નાંખી થોડી વાર ત્ડ્તડવા દો.
·         હવે તેમાં આદું-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો. ત્યાર બાદ તેમાં છોલેલી ડુંગળી નાંખી સાંતડો. હવે તેમાં હળદર પાવડર, ધાણા પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, અને નમક નાખો.
·         મીઠું નાખતી વખતે ધ્યાન રાખો કારણકે ડુંગળીમાં જ ઘણા એવા પ્રમાણમાં મીઠું રહેલ હોઈ છે. તેને મિક્ષ કરો અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરો. ડુંગળી પાકી જાય ત્યાં સુધીનું થોડા એવા પ્રમાણમાંજ પાણી ઉમેરો.
·         હવે તેને ઢાંકી દઈ ડુંગળી પાકી જાય ત્યાં સુધી પકાવો. જ્યારે ડુંગળી પાકી જાય ત્યારે તેમાં આગાઉ તળેલા મરચા ઉમેરો. મરચા વધુ સમય સુધી ન પકવો કારણકે તે અગાઉ જ તળેલા છે.
·         હવે તેમાં ગાઠીયા ઉમેરી મિક્ષ કરી, ઢાંકી દઈ ૧ મિનીટ માટે પકાઓ. ૧ મિનીટ બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.


  તમને આ રેસીપી કેવી લાગી અભિપ્રાય જરૂર આપજો 
👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼




Sunday, 16 July 2017

કાજુ પનીર - Kaju Paneer


કાજુ પનીર


સામગ્રી

-200 ગ્રામ ફ્રેશ પનીર
-150 ગ્રામ કાજુની પેસ્ટ
-2 નંગ કેપ્સિકમ
-2 નંગ ડુંગળી
-10 ગ્રામ પીળા મરચાનો પાઉડર
-2 મોટા ચમચા તેલ
-5 ગ્રામ આદુંની પેસ્ટ
-5 ગ્રામ લસણની પેસ્ટ
-એક ચમચી જીરું
-એક ચમચી ગરમ મસાલો
-મીઠું સ્વાદ મુજબ
-એક ચમચી મરી પાઉડર

રીત

સૌપ્રથમ પનીરના ટૂકડાં કરી લો. કઢાઈમાં તેલ નાખો. તેલ ગરમ થતાં તેમાં જીરું નાખી વઘાર કરો. ઝીણી કાપેલી ડુંગળી નાખી સામાન્ય ભૂરો રંગ પકડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં આદું-લસણની પેસ્ટ પણ નાખો. ત્યાર પછી ઝીણા કાપેલા કેપ્સિકમ નાખો. એકાદ મિનિટ પછી બધું બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં કાજુની પેસ્ટ સહિતના બાકીના બધા મસાલા નાખો. હવે આ મિશ્રણ તેલ છોડવા લાગે એટલે તેમાં પનીરના ટૂકડાં નાખી એકાદ-બે મિનિટ રાંધો. હવે ગેસ બંધ કરી ગરમા-ગરમ સર્વ કરો.




Saturday, 15 July 2017

વેજ. કોલ્હાપૂરી (Vegetable Kolhapuri)

વેજ. કોલ્હાપૂરી (Vegetable Kolhapuri)


સામગ્રી :
૬-૭ નંગ ડુંગળી ના ચોરસ ટુકડા
૬-૭ નંગ કેપ્સીકમના ચોરસ ટુકડા
૬-૭ નંગ ટામેટાના ચોરસ ટુકડા
૧૧/૨ – કપ બાફેલા શાક ( વટાણા, ગાજર, ફણસી અને ફ્લાવર), (શાકને મોટા ટૂકડામાં સમારવું, બધાજ શાક ને થોડા કડક રહે તેમ બાફવા નરમ ના થઈ જાય તે ધ્યાનમાં રહે.)
૧ ટે.સ્પૂન લસણ વાટેલું (લસણ ની પેસ્ટ)
૩ ટે.સ્પૂન તેલ અથવા બટર
૨ ટે.સ્પૂન કાંદાની ગ્રેવી
૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી
૧ ટી.સ્પૂન ગરમ મસાલો /કિચન કિંગ મસાલો
૧ ટી.સ્પૂન કસૂરી મેથી
૧/૨ ટી.સ્પૂન લાલ મરચાનો પાઉડર
થોડો રેડ કલર
૧ ટે. સ્પૂન લીલી કોથમીર
૮-૧૦ નંગ પનીર ના ટુકડા
૨ નંગ લાલ સૂકા મરચાં
મીઠું સ્વાદ અનુસાર
રીત :
એક કડાઈમાં તેલ/બટર ગરમ કરવા મૂકો. ત્યારબાદ, સૌ પ્રથમ ૨ નંગ લાલ મરચાને તળી અને તૂરત બહાર કાઢી અલગ રાખો, જેને કારણે તેલ થોડું લાલ થઇ જશે. ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ, કાંદા, કેપ્સિકમ અને ટામેટાના ટૂકડા નાંખો અને સાંતળો. ત્યારબાદ, કસૂરી મેથી, બાફેલા શાક તમેજ લાલ મરચું પાઉડર,ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો બંને થોડા નાંખવા. અને સાંતળવા.
ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર નાખો, અને હવે ૨ ટે.સ્પૂન કાંદા ની ગ્રેવી, અને ૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી ઉંમેરો. થોડા ટીપાં રેડ કલર નાખો.(કલર પસંદ હોય તો જ્ નાખવો) ત્યારબાદ બાફેલા શાક ભાજી ઉંમેરો અને પનીર ના ટુકડા નાંખી મિક્સ કરો. થોડી વખત માટે શાક ને પાકવા દયો. વેજ કોલ્હાપૂરી શબ્જી તૈયાર છે. ઉપરથી થોડું બટર નાખવાથી સ્વાદ અને સોડમ બંને અલગ જ આવશે. સર્વ કરતાં પહેલાં લીલી કોથમીર છાંટવી અને પછી મજા લેવી વેજ કોલ્હાપૂરીની.
તેને ગરમ ગરમ રોટલી, નાન , પરાઠા કે પછી જીરા રાઈસ ની સાથે સર્વ કરી શકાય.
આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

Tuesday, 11 July 2017

સાબુદાણાની ખિચડી

સાબુદાણાની ખિચડી 



સામગ્રી-

-1 કપ સાબુદાણા
-500 ગ્રામ બટાકા
-3 ટેબલ સ્પુન સીંગદાણાનો ભૂકો
-5 થી 6 નંગ ઝીણાં સમારેલાં લીલા મરચાં
-5 થી 6 પાન મીઠો લીમડો
-2 ટેબલ સ્પૂન ખાંડ
-1 નંગ લીંબુ
-1 ચમચી આખુ જીરૂં
-2 ટેબલ સ્પુન તેલ વઘાર માટે
-1 ચમચો સમારેલી કોથમીર
-1 ચમચો કોપરાનું છીણ
-1 ટપટી હીંગ
-મીઠું સ્વાદાનુસાર

રીત-

સાબુદાણાને સાફ કરી ધોઈને એક વાસણમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી અને ચપટી મીઠું નાખી ત્રણ ચાર કલાક પલળવા દો. પાળેલા સાબુદાણા એકબીજાથી છૂટા રહેવા જોઈએ. હવે બટાકાને છાલ કાઢીને ઝીણા સમારી લો. એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખો, જીરુ તતડે એટલે લીલા મરચાના ટૂકડા, મીઠો લીમડો તથા હીંગ નાખી બટાકા વઘારી લો. તેને ઢાંકી થોડીવાર ચડવા દો. અધકચરા ચડી જાય એટલે તેમાં સાબુદાણા ઉમેરી સારી રીતે હલાવીને મિક્સ કરો અને ઢાંકી દો. પાંચેક મિનિટ બાદ તેમાં સીંગદાણાનો ભૂકો, મીઠું, ખાંડ, લીંબુનો રસ નાખી હલાવીને ગેસ બંધ કરી ઉપરથી કોથમીર, લીલા નાળિયેરનું છીણ ભભરાવો. પછી પીરસો ગરમા-ગરમ સાબુદાણાની ખીચડી.


Click to Know More : 

पैन कार्ड को आधार कार्ड लिंक करने के लिए नया तरीका


‘કડાઇ પનીર’ ટેસ્ટમાં લાગે છે બહુ જ મસ્ત, બનાવો આ રીતે ઘરે........


Monday, 10 July 2017

‘કડાઇ પનીર’ ટેસ્ટમાં લાગે છે બહુ જ મસ્ત, બનાવો આ રીતે ઘરે........

‘કડાઇ પનીર’


સામગ્રી
2 ડુંગળી
5 ટામેટાં (મોટા હોય તો 3)
5-6 કાજુ અથવા 2 ચમચી મગજતરી
હળદર, લાલ મરચું અને મીઠું સ્વાદ મુજબ
નાનો ટુકડો આદુ
5-6 લસણની કળી
તેલ
1/2 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી કસૂરી મેથી
200 ગ્રામ પનીર
1 ડુંગળી
1/4 લાલ, લીલું ને પીળું કેપ્સીકમ
ખડા મસાલા માટે
2 ચમચી આખા ધાણા
5-6 મરી
2 સુકા લાલ મરચા
બનાવવાની રીત
સૌ પ્રથમ ખડા મસાલાને ધીમા તાપે શેકી લઇ મિક્સરમાં ક્રશ કરી લેવા. કડાઇમાં 3 ચમચી તેલ મુકી આદુ-લસણ સાંતળીને તેમાં સમારેલી ડુંગળી 2 મિનિટ સાંતળો. પછી કાજુ અને સમારેલા ટમેટા નાંખી 3-4 મિનિટ થવા દો. હવે હળદર, મીઠું અને લાલ મરચું નાંખી હલાવી 1 મિનિટ પછી ગેસ બંધ કરો. ઠંડું પડે પછી મિક્સરમાં બરાબર ક્રશ કરી લો. હવે કડાઇમાં 3-4 ચમચી તેલ મુકી ગરમ થાય પછી ચોરસ કાપેલી ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો.
2 મિનિટ થાય એટલે બનાવેલી ગ્રેવી નાંખી હલાવીને 2 મિનિટ થવા દો. ત્યારબાદ બનાવેલા ખડા મસાલા પાવડર નાખી મિક્સ કરી 2 કપ પાણી ઉમેરી ઢાંકીને 5 મિનિટ થવા દો. હવે પનીરના ચોરસ કટકા ઉમેરી તેમાં ગરમ મસાલો, કસૂરી મેથી નાંખી હલાવી ગેસ બંધ કરી દો. તો તૈયાર છે ‘કડાઇ પનીર’

Saturday, 8 July 2017

ભુંગળા બટાકા


ભુંગળા બટાકા


સામગ્રી

-એક કપ ચણાનો લોટ
-પા ચમચી હળદર
-બે ચમચા તેલ
-પોણી ચમચી લાલ મરચું
-અડધો કપ દહી
-દસ કળી લસણ
-એક ચમચી જીરું
-બે ચમચી ધાણાજીરું
-ત્રણ સો ગ્રામ બેબી બટાટા
-એક મોટો ચમચો સમારેલી કોથમીર
-અડધી ચમચી ગરમ મસાલો
-તેલ જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
-તળેલા ભુંગળા જરૂર મુજબ

રીત

બટાટાને ધોઈને વચ્ચે કાપો મૂકો. એક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરી આ બટાટાને મીડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. બીજી કઢાઈમાં બે ચમચા તેલ મૂકી તેમાં જીરું ગરમ કરો. જીરું લાલ થાય એટલે તેમાં લસણ ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે થોડીવાર શેકો. ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી તેમાં દહીં અને થોડું પાણી ભેળવી સારી રીતે મિક્સ કરો. તેમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. તેને ફરીથી ગેસ પર મૂકી થોડીવાર સાંતળો. હવે તેમાં કોથમીર અને તળેલા બટાટા ઉમેરી થોડીવાર ધીમા તાપે સાંતળો. પછી કોથમીર ભભરાવીને તળેલા ભુંગળા સાથે સર્વ કરો.

Friday, 7 July 2017

મેગી મસાલા ઢોસા

મેગી મસાલા ઢોસા




સામગ્રી
– ત્રણ કપ ચોખા
– બે કપ અડદની દાળ
– એક ટીસ્પૂન મેથી
– મીઠું સ્વાદ અનુસાર

સ્ટફિંગ માટે

– એક કપ ઝીણા સમારેલા ગાજર, વટાણા અને કેપ્સીકમ
– બે કપ બાફેલી મેગી
– ત્રણ ઝીણા સમારેલા મરચા
– એક ટીસ્પૂન હળદર
– ત્રણ ટીસ્પૂન બટર
– ચપટી હિંગ
– લીલા ધાણા

રીત

અડદની દાળ, મેથી અને ચોખાને સવારે જુદા-જુદા પાણીમાં પલાળી રાખવા. રાત્રે ચોખામાંથી પાણી નિતારી કરકરા વાટવા. દાળ અને મેથીમાંથી પાણી નિતારી ખુબ ઝીણી વાટવી. બંને વસ્તુ ભેગી કરી, તેમાં મીઠું નાખી, દસ-બાર કલાક આથી રાખવું. ગાજર અને વટાણા બાફી લેવા. એક કડાઈમાં બટર ગરમ કરી, તેમાં હિંગ, લીલા મરચા અને કેપ્સિકમ નાખી ૨-૩ મિનિટ સાંતળવા. પછી તેમાં વટાણા, ગાજર, હળદર અને મીઠું નાખી મિક્સ કરવું. ત્યારબાદ તેમાં મેગીનો મસાલો અને બાફેલી મેગી નાખી, મિક્સ કરી, થોડીવાર ગેસ પર રાખી ઉતારી લેવું. પછી તેમાં લીલા ધાણા નાખી, સ્ટફિંગ તૈયાર કરવું. હવે ખીરામાં જરૂર પ્રમાણે પાણી નાખી, થોડું પાતળું ખીરું બનાવવું. પછી નોનસ્ટિક તવા પર તેલ લગાડી, ચમચાથી ગોળ-ગોળ ફેરવીને ખીરું પાથરવું. આજુબાજુ ફરતું તેલ નાખવું અને ધીમા તાપે ઢોસાને શેકવો. ઢોસો શેકાઈ જાય એટલે તેની પર થોડો મેગીનો મસાલો અને બટર નાખી, આખા ઢોસા પર ફેલાવી, તેના ઉપર સ્ટફિંગ મૂકી, રોલ વાળવો. ગરમાગરમ ઢોસાને સાંભાર અને ચટણી સાથે પીરસવો.
Recipes By : Divya Bhaskar



બનાવો ચટાકેદાર પંજાબી છોલે ઘરેજ.......

પંજાબી છોલે


Recipe94


સામગ્રી
-અઢીસો ગ્રામ મોટા કાબુલી ચણા
-ચાર મધ્યમ આકારની ડુંગળી
-એક કપ ટામેટા પ્યુરી
-ત્રણ નંગ લીલા મરચા
-દસ કળી લસણ
-એક નાનો ટુકડો આદુ
-અડધો કપ કોથમીર સમારેલી
-એક ટીસ્પૂન લાલ મરચુ
-અડધી ચમચી હળદર
-એક ચમચી ધાણાજીરુ
-એક ચમચી ગરમ મસાલો
-એક ચમચી છોલે મસાલો
-બે ચમચી તેલ
-એક ચમચી ઘી
-ચપટી હિંગ
-મીઠું સ્વાદ અનુસાર

क्लिक करे और जानिये कैसे अब आप फेसबुक से भी कमा सकते हो पैसा ऐसे होंगी इनकम.....

રીત
સૌપ્રથમ ચણાને આઠેક કલાક પાણીમાં પલાળી રાખો. કુકરમાં મીઠું, હળદર અને દોઢ ગ્લાસ પાણી નાખીને ચણાને બાફી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમા હિંગ નાખીને ડુંગળીની પેસ્ટ નાખી સાંતળો. ડુંગળી સોનેરી થાય પછી તેમા આદુ-મરચાં-લસણની પેસ્ટ નાખીને સાંતળો. પછી તેમાં ટામેટા પ્યોરી નાખી ચારેક મિનિટ હલાવતા રહો. તેલ છુટું પડે કે તેમા બધો મસાલો નાખી સાંતળો. હવે તેમાં બાફેલા છોલે નાખીને પાંચેક મિનિટ ઉકળવા દો. ગ્રેવી જોઈતી હોય તો અડધો ગ્લાસ પાણી નાખીને ઉકળવા દો. પાંચેક મિનિટ ઉકાળી ગેસ પરથી ઉતારી લો. સમારેલી કોથમીર નાખીને ગરમા-ગરમ પૂરી, ભાખરી કે રોટલી સાથે સર્વ કરો.
Post By : Geetani_Rasoi

गुजरात में सांरगपुर मंदिर में हनुमानजी खुद फोड़ते है नारियल, यकीन नहीं आता तो देख लीजिये खुद अपनी आखो से....


Wednesday, 5 July 2017

શાહી પનીર - પંજાબી સબ્જી

શાહી પનીર


Recipe25.jpg



સામગ્રી
– પાંચસો ગ્રામ પનીર
– પાંચ નંગ ટામેટાં
– બે નંગ લીલા મરચાં
– એક ટુકડો આદુ
– બે ચમચી ઘી અથવા તેલ
-એક નાની ચમચી જીરું
– સવા ચમચી હળદર પાવડર
– એક ચમચી ધાણાં પાવડર
– સવા ચમચી લાલ મરચું પાવડર
– પચ્ચીસ-ત્રીસ નંગ કાજૂ
– સો ગ્રામ કાજૂ
– સવા ચમચી ગરમ મસાલો
– મીઠું સ્વાદ મુજબ
– એક ચમચી કોથમીર
રીત
સૌ પ્રથમ કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવાં. હવે કાજૂને અડધી કલાક માટે પાણીમાં પલાળી મિક્સરમાં પીસી તેને એક બાઉલમાં કાઢી લો. હવે મિક્સરમાં ટમેટું, આદુ અને લીલું મરચું ઉમેરી પીસી લેવું. હવે મિક્સરમાં મલાઈ નાખી પીસવું. હવે કડાઈમાં ઘી કે માખણ નાખી ગરમ કરવું. હવે તેમાં હળદર પાવડર અને ધાણાં પાવડર ઉમેરો. હવે તેમાં ટમેટાની પેસ્ટ નાખી હલાવવું. ત્યાર બાદ તેમાં કાજૂની પેસ્ટ અને મલાઈની પેસ્ટ ઉમેરી હલાવવું. તમને જોઇ એ રીતે રસો ઘાટો-પાતળો કરવો. હવે તેમાં હળદર, મીઠું, લાલ મરચું ઉમેરી મિક્સ કરવું. ગ્રેવી ઉકળી ગયાં બાદ તેમાં પનીરના ટુકડા મિક્સ કરવા. હવે ગેસ ધીમો કરી ઉપર ઢાંકણ ઢાંકી ત્રણ-ચાર મિનિટ સુધી ચડવા દેવું જેથી પનીરના ટુકડામાં મસાલો ભળી જાય. આ રીતે તૈયાર થશે શાહી પનીર. શાહી પનીરને ભાત, નાન, પરોઠા કે રોટલી સાથે પીરસી શકાય છે. – Recipe By Geetani Rasoi

હોટ ગાર્લિક પનીર - પંજાબી રેસીપી


હોટ ગાર્લિક પનીર


Recipe69.jpg
સામગ્રી
-આઠ-દસ કળી લસણ
-ત્રણસો ગ્રામ પનીર
-બે ચમચી તેલ
-બે ડુંગળી
-બે સૂકા લાલ મરચા
-એક ચમચી ચીલી સોસ
-એક શિમલા મરચું
-સ્વાદ મુજબ મીઠું
-એક ચમચી સોયા સોસ
-અડધી ચમચી મરી પાવડર
-ત્રણ ચમચી કોર્નફ્લોર
-એક ચમચી વિનેગર
રીત
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવું. ત્યાર બાદ તેમાં ડુંગળી સાંતળવી. હવે તેમાં સૂકા લાલ મરચાનો વઘાર કરી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરવી. હવે તેમાં પનીર ઉમેરો. તેમાં અડધો કપ પાણી, લાલ મરચાની પેસ્ટ અને રેડ ચિલ્લી સોસ ઉમેરવો. હવે શિમલા મરચાને સમારી તેમાં ઉમેરવા. ત્યાર બાદ બધા મસાલા જેમ કે સોસ, મીઠું, મરી પાવડર મિક્સ કરવું. હવે કોર્નફ્લાવરનું મિશ્રણ ઉમેરી ઘટ્ટ થવા દો. ત્યાર બાદ તેમાં વિનેગર ઉમેરવું. આ રીતે તૈયાર છે તમારા માટે સ્વાદિષ્ટ હોટ ગાર્લિક પનીર.
Recipe From : Geetani_Rasoi