ડુંગરી ગાઠીયા નું શાક.
આજે આપણે જોઈશું એક મસાલેદાર શબ્જી જેનું નામ છે. ડુંગરી ગાંઠિયા નું શાક....
ડુંગળી માંથી બનાવામાં આવેલ આ શાક અતિ સ્વાદિષ્ટ હોવાથી એકદમ હેલ્થી પણ છે. અને બીજી વાત આ શાક બનાવવા માટે વપરાયેલ તમામ સામગ્રી પણ આસાનીથી દરેક રસોડે હોયજ છે તેથી કોઈ તકલીફ પડતી નથી ...
સામગ્રી :
- ૨૦૦ ગ્રામ નાની ડુંગળી
- ૧૦૦ ગ્રામ મરચા
- ૧૦૦ ગ્રામ ગાંઠિયા
- ૧ ચમચી જીરૂ
- ૧ ચમચી આદું લસણ ની પેસ્ટ
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ૧ ચમચી ધાણા પાવડર
- ૧ ચમચી લાલ મરચું.
- ૨ -૩ ચમચી તેલ.
- મીઠું સ્વાદનુસાર
રીત:
·
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલ
ગરમ થઇ જાય ત્યારે તેમાં મરચા નાંખી, તળી થોડી વાર પછી પ્લેટમાં કાઢી લો. હવે તે જ કડાઈમાં
કીરું નાંખી થોડી વાર ત્ડ્તડવા દો.
·
હવે તેમાં આદું-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો.
ત્યાર બાદ તેમાં છોલેલી ડુંગળી નાંખી સાંતડો. હવે તેમાં હળદર પાવડર, ધાણા
પાવડર, કાશ્મીરી
લાલ મરચું પાવડર, અને
નમક નાખો.
·
મીઠું નાખતી વખતે ધ્યાન રાખો કારણકે ડુંગળીમાં જ ઘણા
એવા પ્રમાણમાં મીઠું રહેલ હોઈ છે. તેને મિક્ષ કરો અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરો.
ડુંગળી પાકી જાય ત્યાં સુધીનું થોડા એવા પ્રમાણમાંજ પાણી ઉમેરો.
·
હવે તેને ઢાંકી દઈ ડુંગળી પાકી જાય ત્યાં સુધી પકાવો.
જ્યારે ડુંગળી પાકી જાય ત્યારે તેમાં આગાઉ તળેલા મરચા ઉમેરો. મરચા વધુ સમય સુધી ન
પકવો કારણકે તે અગાઉ જ તળેલા છે.
·
હવે તેમાં ગાઠીયા ઉમેરી મિક્ષ કરી, ઢાંકી
દઈ ૧ મિનીટ માટે પકાઓ. ૧ મિનીટ બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.
તમને આ રેસીપી કેવી લાગી અભિપ્રાય જરૂર આપજો
👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼
તમને આ રેસીપી કેવી લાગી અભિપ્રાય જરૂર આપજો
👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼

No comments:
Post a Comment