વેજિટેબલ ગોલ્ડ કોઈન્સ
સામગ્રી :
-બે બાફેલા બટાટા
-એક કપ સમારેલી ડુંગળી
-એક કેપ્સિકમ સમારેલુ
-એક ગાજર સમારેલુ
-ત્રણથી ચાર લીલા મરચાં
-પા કપ કોથમીર
-બે ચમચા સોયા સોસ
-એક ચમચી લાલ મરચું પાઉડર
-એક ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ મુજબ
-બે ચમચા તેલ
-પંદર સેન્ડવિચ બ્રેડ
-એક કપ મેંદો
-અડધો કપ પાણી
-અડધી ચમચી લાલ મરચું
-અડધી ચમચી મીઠું
-એક કપ બ્રેડ ક્રમ્સ
-તળવા માટે તેલ
રીત :
એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી અને કેપ્સિકમ, ગાજર અને લીલા મરચા મિક્સ કરો. થોડીવાર પકાવો. પછી તેમાં બાફેલુ બટેટુ , મીઠુ, સોયા સોસ અને લાલ મરચુ પાઉડર તેમજ ગરમ મસાલો મિક્સ કરો. તેને 3-4 મિનીટ પાકવા દો. હવે તેમાં કોથમીર મિક્સ કરીને ગેસ બંધ કરી લો. એક બાઉલમાં મેદો અને અડધો કપ પાણી મિક્સ કરો. તેમાં લાલ મરચુ અને મીઠું મિક્સ કરીને ખીરૂ તૈયાર કરી લો. બ્રેડને ગોળાકારમાં કાપી લો. તેના પર મિક્સ વેજિટેબલ્સનું સ્ટફિંગ પાથરો. હવે બ્રેડ સ્લાઈસને ખીરામાં બોળીને કાઢી લો. થોડીવાર રહેવા દો. પછી તેને બ્રેડક્રમ્સમાં રગદોળી લો. થોડીવાર બ્રેડક્રમ્સને સેટ થવા દો. પછી તેલમાં તળી લો. તૈયાર છે વેજિટેબલ ગોલ્ડ કોઈન્સ...

No comments:
Post a Comment